મેક્સિકો: મધ્ય મેક્સિકોમાં શુક્રવારે એક ઈંધણની પાઈપલાઈનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 73 પર પહોંચી ગઈ છે. પાઈપલાઈનમાંથી લીક થઈ રહેલા તેલની ચોરી કરવા માટે સેંકડોની સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. અચાનક ત્યારે જ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. હિડાલ્ગોના ગવર્નર ઉમર ફયાદે જણાવ્યું કે પાંચ અન્ય મૃતદેહો મળી આવતા મૃતકોની સંખ્યા વધીને હવે 73 પર પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેક્સિકોના ઉત્તર શહેર ત્લાહેલિલપનમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં અન્ય 74 લોકો ઘાયલ પણ થયા છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુએલ લોપેઝે શનિવારે આ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી. તેમણે કહ્યું કે સેનાની કાર્યવાહી યોગ્ય છે. ભીડને અનુશાસિત કરવી સરળ નથી. રાષ્ટ્રપતિએ દેશમાં તેલ સંબંધી વધતી સમસ્યાઓ વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખવાનો સંકલ્પ પણ લીધો. 


અકસ્માત એવા સમયે થયો કે જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુએલ લોપેઝ ઈંધણ ચોરીને લઈને રાષ્ટ્રીય સ્તર પર પોતાની યોજનાઓનું અમલીકરણ કરવાની યોજના ઘડી રહ્યાં છે. પેમેક્સ પાઈપલાઈનોથી ઈંધણ ચોરીના કારણે મેક્સિકોને 2017માં 3 અબજ ડોલરનું નુકસાન થયું હતું. શનિવારે મૃતકોની સંખ્યા પહેલા 66 અને ઘાયલોની સંખ્યા 76 બતાવવામાં આવી હતી. 


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...